મોરબી : વેણાસર ગામના સ્વ. નરેશભાઈ લાખાભાઈ ડાંગરના સ્મરણાર્થે કનુભાઈ સુખાભાઈ ડાંગર (હાલ મોરબી) દ્વારા વેણાસર પ્રાથમિક શાળાને આજરોજ પંખા (નંગ 4, કિંમત રૂ.10000) ભેટ આપવામાં આવ્યા હતા.આ તકે વેણાસરના સરપંચ અરજણભાઈ તેમજ દાતા કનુભાઈ સુખાભાઈ ડાંગર ઉપસ્થિત રહ્યા હતા. આ ભેટ બદલ શાળાના આચાર્ય ભરતભાઇ તેમજ સમગ્ર વેણાસર પ્રાથમિક શાળાએ દાતાનો આભાર વ્યક્ત કર્યો હતો.