સીટી એ ડિવિઝન પોલીસે 68 હજારથી વધુના દારૂ બિયરનો જથ્થો કબ્જે કર્યો મોરબી : મોરબી રવાપર ધુનડા રોડ ન્યુ એરા સ્કુલ પાછળ મકાન ભાડે રાખી બ્લેન્ડર, બ્લેક એન્ડ વાઈટ, હન્ડ્રેડ પાઈપર જેવા મોંઘી કિંમતના દારૂ તેમજ બિયરનો વેપલો કરતા બે શખ્સોને મોરબી સીટી એ ડિવિઝન પોલીસે રૂપિયા 68,050ના મુદામાલ સાથે દબોચી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના રવાપર ધુનડા રોડ ન્યુ એરા સ્કુલ પાછળ ભાડાના મકાનમાં બે શખ્સો વિદેશી દારૂ બિયરનો વેપાર કરતા હોવાની બાતમીને આધારે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમે દરોડો પાડતા આરોપી હાર્દીકભાઇ કાનાભાઇ મકવાણા, રહે.મોરબી શનાળા રોડ ગુ.હા.બોર્ડ ગરબીચોક પાસે ભાડાના મકાનમા અને શોયબભાઇ આમદભાઇ શાહમદાર, રહે.મોરબી વીશીપરા જુના હાઉસીગ બોર્ડ વાળો મળી આવ્યા હતા. દરોડા દડમિયાન બન્ને આરોપીઓના કબ્જામાંથી બ્લેન્ડર, બ્લેક એન્ડ વાઈટ, હન્ડ્રેડ પાઈપર સહિત અલગ અલગ બ્રાન્ડની દારૂ બોટલો નંગ-59 અને બિયર ટીન 12 મળી કુલ 68,050ની કિમતનો મુદામાલ મળી આવતા પોલીસે બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..