વાંકાનેર : વાંકાનેર તાલુકામાં આજે પણ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું. આ વેળાએ પંચાસિયા ગામે કબ્રસ્તાનની બાજુમાં પીજીવીસીએલના ટીસી ઉપર વીજળી પડી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. તેવી માહિતી સરફરાઝ શેરસિયાએ જણાવી છે.