ભવાનીનગર ફાટક નજીક ડમ્પરનો હાઇડ્રોલિક જેક ઉંચો કરતા સમયે દુર્ઘટના સર્જાતા ગેરેજના કારીગરનું મૃત્યુ હળવદ : આજે બપોરના સમયે હળવદના ભવાનીનગર રેલવે ફાટક નજીક ગેરજ પાસે વિચિત્ર દુર્ઘટનામાં ડમ્પરનો હાઇડ્રોલિક જેક ઉંચો કરતા સમયે ડમ્પરનું ઠાઠુ વીજતારને અડકી જતા ગેરેજના કારીગરનું કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ આજે બપોરના સમયે હળવદ -ધ્રાંગધ્રા રોડ ઉપર ભવાની નગર રેલવે ફાટક સામે આવેલા ગેરેજમાં ડમ્પરનું રીપેરીંગ કામ ચાલી રહ્યું હતું ત્યારે ડમ્પરનો હાઇડ્રોલિક જેક ઉંચો કરતા સમયે ડમ્પરનું ઠાઠુ વીજતારને અડકી જતા ડમ્પર રીપેરીંગ કરી રહેલા જુના માલણીયાદ ગામના સંજયભાઈ ગોરધનભાઈ મકવાણા ઉ.31નું વીજશોક લગતા કમકમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું હતું. જો કે, આ ઘટના સમયે ડમ્પરમાં બેઠેલ ડ્રાઇવરે કૂદકો મારી ડમ્પર નીચે ઉતરી જતા જીવ બચી ગયો હતો. ઘટનાની જાણ થતા હળવદ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હળવદ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી.. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે નીચે આપેલ નંબર પર HI લખીને વોટ્સએપ કરો.. 9537676276