2596 ક્યુસેક પાણીની ધીંગી આવક જોતા હેઠવાસ હેઠળ આવતા મોરબીના 17 અને માળિયાના 15 ગામને એલર્ટ કરાયા મોરબી : મોરબીની જીવાદોરી સમાન ગણાતો મચ્છુ-2 ડેમ હાલમાં 80 ટકા ભરાઈ ગયો છે. ઉપરવાસ સારા વરસાદને કારણે હાલમાં મચ્છુ-2 જળાશયમાં 2596 ક્યુસેક પાણીની આવક ચાલુ રહેતા ગમે ત્યારે ડેમના દરવાજા ખોલવા પડે તેવી સ્થિતિ હોય હેઠવાસ હેઠળ આવતા મોરબીના 17 અને માળિયાના 15 ગામને એલર્ટ કરાયા કરાયા છે. છેલ્લા ત્રણ દિવસથી મોરબી જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેરને કારણે જિલ્લાના તમામ દસેય જળાશયમાં નવા નીરની આવક થઈ રહી છે. વાંકાનેર પંથકમાં ગઈકાલે પડેલા સારા વરસાદને કારણે મોરબીની જીવાદોરી ગણાતા જોધપર નદી નજીક આવેલ મચ્છુ-2 ડેમ હાલમાં 80 ટકા ભરાઈ ગયો છે અને હજુ પણ 2596 ક્યુસેક પાણીની ધીંગી આવક ચાલુ છે. દરમિયાન મચ્છુ-2 ડેમમાં ધીંગી આવક જોતા મોરબી તાલુકાના અમરેલી, ભડીયાદ, ધરમપુર, ગોર ખીજડીયા, ગુંગણ, જોધપર, જુના સાદુળકા, માનસર, મોરબી,નારણકા, નવા સાદુળકા, રવાપર નદી, રવાપર,ટીમ્બડી, વનાળિયા, વજેપર તેમજ માળીયા તાલુકાના બહાદુરગઢ, દેરાળા, ફાટસર, હરીપર, જુના નાગડાવાસ, મહેન્દ્રગઢ, માળીયા-મિયાણા, મેઘપર, નવાગામ, નવા નાગડાવાસ, રાસંગપર, સોખડા, વિરવિદરકા, ફતેપર અને અમરનગર ગામના લોકોને નદીના પટ્ટમાં અવરજવર નહીં કરવા સૂચના આપવામાં આવી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી.. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે નીચે આપેલ નંબર પર HI લખીને વોટ્સએપ કરો.. 9537676276