હળવદઃ દિવાળીનો તહેવાર નજીક આવતા વહીવટી તંત્ર દ્વારા ફટાકડાના લાયસન્સ માટેની પ્રક્રિયા શરૂ કરી છે. ત્યારે હળવદ અને માળીયા (મી.) તાલુકામાં દિવાળીના તહેવારમાં હંગામી ધોરણે ફટાકડાનું વેચાણ કરવા ઈચ્છતા લોકો પાસેથી અરજી મંગાવવામાં આવી છે. હંગામી ધોરણે ફટાકડા વેચાણ કરવાનું લાયસન્સ મેળવવા માટે કરવાની થતી અરજી નિયત નમુનામાં તમામ આધાર-પુરાવા સાથે પ્રાંત અધિકારી અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની કચેરી, સેવાસદન, રૂમ નંબર 118, 125, પ્રથમ માળ, લાલબાગ, મોરબી-2 ખાતે 30 સપ્ટેમ્બર સુધીમાં કરવાની રહેશે. નિયત કરેલી તારીખ પછીની અરજીઓ કોઈપણ સંજોગોમાં માન્ય રાખવામાં આવશે નહીં અને કોઈપણ રજૂઆતો ધ્યાને લેવાશે નહીં. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી.. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે નીચે આપેલ નંબર પર HI લખીને વોટ્સએપ કરો.. 9537676276