ટ્રાફિકજામ થવાથી અનેક વાહન ચાલકો ફસાયા મોરબી : મોરબી નગરપાલિકા સંચાલીત સીટી બસ નંબર-6ને આજે સામાકાંઠે હાઉસિંગ બોર્ડ તરફ જતી વખતે અકસ્માત નડ્યો હતો. જેમાં સીટી બસની નટરાજ ફાટક પાસે બોલેરો કાર સાથે ટક્કર થઈ હતી. જો કે સદભાગ્યે જાનહાની થઈ ન હતી .પરંતુ અકસ્માતને પગલે ટ્રાફિકજામ થયો હતો. આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ આજે સવારે મોરબી નગરપાલિકા સંચાલીત સીટી બસ નંબર-6 મુસાફરોને લઈને સામાકાંઠે હાઉસિંગ બોર્ડ તરફ જઈ રહી હતી.ત્યારે સામાકાંઠે નટરાજ ફાટક પાસે આ સીટી બસને બોલેરો કાર સાથે અકસ્માત થયો હતો. સીટી બસ અને બોલેરો કાર વચ્ચે ટક્કર થતા વાહન વ્યવહાર અટકી ગયો હતો. જો કે આ અકસ્માતની ઘટનામાં કોઈને પણ સહેજેય ઇજા થઇ ન હતી. પણ અકસ્માતને પગલે વાહનોની કતારો લાગતા થોડીવાર માટે વાહન વ્યવહાર ખોરવાઈ જતા વાહન ચાલકોને હાલાકી પડી હતી.\ મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી.. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે નીચે આપેલ નંબર પર HI લખીને વોટ્સએપ કરો.. 9537676276