સતત ત્રીજા દિવસે મોરબી જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર મોરબી : આજે સતત ત્રીજા દિવસે મોરબી જિલ્લામાં મેઘરાજાએ સાર્વત્રિક મેઘમહેર વરસાવી હતી. આજે સાંજે 6 વાગ્યા બાદ મેઘરાજાએ ગાજ વીજ, કડાકા, ભડાકા સાથે તોફાની ઇનિંગ શરૂ કરતા 6થી 10 દરમિયાન ટંકારામાં 30 mm, માળીયામાં 02 mm, મોરબીમાં 28 mm, વાંકાનેરમાં સૌથી વધુ 33 mm અને હળવદમાં 4 mm વરસાદ નોંધાયો હતો.