કોરોના દિવંગતોના મોક્ષર્થે યોજાયેલ ભાગવત સપ્તાહમાં હાજરી આપશે મોરબી : રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આજે લાંબા સમય બાદ મોરબીના મહેમાન બનશે, આજે તેઓ પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા દ્વારા કોરોના દિવંગતોના મોક્ષર્થે યોજાયેલ ભાગવત સપ્તાહમાં હાજરી આપશે. પ્રાપ્ત વિગતો મુજબ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આજરોજ મોરબી ખાતે પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા દ્વારા કોરોના દિવંગતોના મોક્ષાર્થે આયોજિત રમેશભાઈ ઓઝાના શ્રીમદ્દ ભાગવત કથા જ્ઞાનયજ્ઞમાં હાજરી આપશે. વિશિષ્ટ ઉમદા અને લાગણીસભર ઉદ્દેશથી એક સંવેદનાથી આયોજીત આ કથામાં કાંતિભાઈ અમૃતિયાના આમંત્રણને માન આપી, તાજેતરમાં જ પંજાબ ચંદીગઢના પ્રભારી બનાવવામાં આવેલા વિજયભાઈ રૂપાણી અત્યંત વ્યસ્ત સમયમાંથી પણ સમય ફાળવનાર હોવાનું જાણવા મળે છે.