હાલ ડેમમાં 3478 ક્યુસેક પાણીની આવક હોવાથી 32 ગામોને એલર્ટ કરાયા મોરબી : મોરબીવાસીઓ માટે આનંદદાયક ગુડ ન્યુઝ સામે આવ્યા છે. જેમાં ગતરાત્રે મોરબી અને ઉપરવાસમાં ભારે વરસાદને પગલે મોરબીની જીવાદોરી સમાન મચ્છુ-2 ડેમ 70 ભરાયો છે અને હજુ હાલ ડેમમાં 3478 ક્યુસેક પાણીની આવક હોવાથી 32 ગામોને એલર્ટ કરાયા છે. વરસાદની અંતિમ સીઝનમાં આ મહાકાય ડેમ ટૂંક સમયમાં ભરાઈ જાય એવી આશા સેવાઈ રહી છે. મોરબી અને ઉપરવાસ ગઈકાલે ભારે વરસાદ પડ્યો હતો. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે મોરબીના મચ્છુ-2 ડેમમાં ભરપૂર નવું પાણી આવ્યું છે. ગઈકાલે સુધી 50 ટકા જેટલો આ ડેમ ભરાયો હતો. પણ ભાદરવો ભરપૂર જતા હવે મોરબીની જીવાદોરી સમાન મચ્છુ-2 ડેમ 70 ભરાય ગયો છે. હાલ ડેમમાં 3478 ક્યુસેક પાણીની આવક ચાલુ છે. આ ડેમની કુલ સપાટી 57.32 મીટર છે. જેમાંથી 55.75 મીટર ભરાય ગઈ છે. આથી ડેમ ગમે ત્યારે ભરાઈ તેવી શકયતાને લઈને તંત્ર દ્વારા હેઠવાસના 32 ગામોને એલર્ટ કરાયા છે. મોરબી તાલુકાના 17 અને માળીયા મિયાણા તાલુકાના 15 ગામોને એલર્ટ કરાયા છે. મોરબી તાલુકાના અમરેલી, ભળીયાદ, ધરમપુર, ગોરખીજડિયા, ગૂંગણ, જોધપુર, જુના સાર્દુળકા, લીલાપર, મોરબી, નારણકા, નવા સાર્દુળકા, રવાપર (નદી), રવાપર, ટીંબડી, વનાળિયા અને વજેપર ગામ અને માળીયા તાલુકાના બહાદુરગઢ, દેરાળા, ફાટસર, હરિપર, જુના નાગડાવાસ, મહેન્દ્રગઢ, માળીયા-મિયાણા, મેઘપર, નવાગામ, નવા નાગડાવાસ, રાસંગપર, સોખાડા, વિરવદરકા, ફતેપર અને અમરનગર ગામોને એલર્ટ કરાયા છે. નદીના પટમાં અવાર જવાર નહીં કરવા સૂચના આપવામાં આવી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..