મોરબી : મોરબીમાં છેલ્લા ત્રણ દિવસથી તોફાની વરસાદ વરસી રહ્યો છે ત્યારે વરસાદ સાથે આકાશી વીજળી પણ કહેર વર્તાવી રહી હોય તેવી સ્થિતિ વચ્ચે આજે સાંજના સમયે કડાકા ભડાકા સાથે મેઘરાજાએ તાંડવ મચાવતા ઉંચી માંડલ ગામે આકાશી વીજળી ત્રાટકતા ચાર પશુપાલકોની 10 ભેંસના મૃત્યુ નિપજતા આ મામલે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી.