મોરબી : મોરબીમાં કોરોના દિવંગત આત્માઓના મોક્ષર્થે પૂર્વ ધારાસભ્ય દ્વારા આયોજિત ભાગવત સપ્તાહમાં 500 જેટલા દિવંગત લોકોના ફોટા મુકવામાં આવશે. મોરબી માળીયાના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં કોરોના દિવંગતોના પરિવારજનો-સ્વજનો સાથે એક મિટિંગનું આયોજન કથા સ્થળે કરવામાં આવ્યું હતું. આ મીટીંગમાં ખૂબ મોટી સંખ્યામા સ્વજનો હાજર રહ્યા હતા. અને ખૂબ જ લાગણીશીલ - કરુણામય વાતાવરણ સર્જાયું હતું. વધુમા પૂર્વ ધારાસભ્યએ જણાવ્યું હતું કે, કથા સ્થળે 500થી વધારે કોરોના દિવંગતોના ફોટા રાખવામાં આવશે અને પરિવારજનોને સંકલ્પ લેવડાવવામાં આવશે. કોરોના દિવંગતોના પરિવારજનો માટે બેસવાની અલગ વ્યવસ્થા કરવામાં આવશે. એમ આ બેઠકમાં કાંતિભાઈ અમૃતિયાએ અંતમાં જણાવ્યું હતું.