મોરબી : ટંકારા અને માળિયા પંથકમાં આજે સાંજથી વાતાવરણમાં પલટો આવ્યો છે. ઓચિંતા જ મેઘરાજાએ સટાસટી બોલાવવાનું શરૂ કરી દીધું છે. જેને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ટંકારાથી અહેવાલ આપતા પત્રકાર જયેશ ભટાસણાએ જણાવ્યું કે રાજકોટ-મોરબી હાઇવે ઉપર ટંકારા અને આસપાસના ગામોમાં ધોધમાર વરસાદ વર્ષી રહ્યો છે. રોડ ઉપર વાહન ચલાવવામાં મુશ્કેલી પડે તે રીતે મેઘરાજા સટાસટી બોલાવી રહ્યા છે. માળિયાથી અહેવાલ આપતા પત્રકાર કાસમભાઈ સુમરા જણાવે છે કે માળિયા ટાઉનમાં હાલ વરસાદ નથી. પણ નાનાભેલા, મોટાભેલા, ભગસિયા , સરવડ, ફાગસિયા, તરઘડી, ખાખરેચી સહિતના ગામોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે.