મોરબી : જન્મદિવસ પર નિરર્થક ખર્ચ કરવાને બદલે સમાજને ઉપયોગી બની સમાજને નવી રાહ ચીંધવી જોઈએ.એ જ રીતે મોરબીના યુવા અગ્રણી ઉદ્યોગપતિએ શાળામાં સ્કૂલબેગ ભેટમાં આપી પુત્રીના જન્મદિવસની ઉજવણી કરી હતી. હડમતીયાના વતની અને હાલ મોરબી નિવાસી યુવા અગ્રણી ઉદ્યોગપતિ સંજય દેવકરણભાઈ મેરેજાની પુત્રી અવનીના જન્મદિવસ નિમિત્તે તથા તેમના કાકા સ્વ.કાનજીભાઈ સુંદરજીભાઈ મેરેજાના અવસાન નિમિતે હડમતીયા ગામે સરકારી પ્રાથમિક શાળાના બાલમંદિરથી ધોરણ - 8 સુધીના 400 વિદ્યાર્થીઓને સ્કૂલબેગ આપી જન્મદિવસની ઉજવણી કરી હતી.