મોરબી : મોરબીમાં આજે સાંજે અચાનક જ મેઘરાજાએ સટાસટી બોલાવતા ઠેર ઠેર પાણી વહેતા થઈ ગયા હતા. અંદાજે અડધી કલાક જેટલા સમયમાં જ એક ઇંચ વરસાદ ખાબક્યો છે. મોરબીમાં આજે સાંજના અરસામાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. જોત જોતામાં જ ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો હતો. જેના કારણે બફારમાથી રાહત મળી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. પાલિકાના ચોપડે નોંધાયેલા આંકડા મુજબ મોરબીમાં અડધી કલાકમાં 29 મિમી એટલે કે એક ઇંચથી પણ વધુ વરસાદ નોંધાયો છે.