માળિયા અને વાંકાનેરમાં પણ અડધો ઇંચ મોરબી : મોરબી જિલ્લામાં આજે સાર્વત્રિક વરસાદનો માહોલ જામ્યો હતો. સાંજે 6થી 8 દરમિયાન સૌથી વધુ ટંકારામાં બે ઇંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે વાંકાનેર અને માળિયામાં પણ અડધો ઇંચ વરસાદ પડ્યો હતો. સાંજે 6થી 8 દરમિયાન પડેલો વરસાદ ટંકારા - 60 મિમી માળિયા - 17 મિમી મોરબી- 3 મિમી ( તાલુકા) મોરબી - 7 મિમી ( શહેર) વાંકાનેર - 14 મિમી હળવદ - 1 મિમી