મોરબી : મોરબી સ્થાનાકવાસી જૈન યુવક મંડળ દ્વારા પર્યુષણ પર્વ પૂર્ણ થતા રવિવારે જૈન સમાજના લોકો માટે સંઘજમણનું આયોજન કરવામાં આવ્યું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ પર્યુષણ પર્વની પુર્ણાહુતી બાદ સ્થાનાકવાસી જૈન યુવક મંડળ દ્વારા સ્વામી વાત્સલ્ય સંઘજમણનું તા.11ને રવિવારના રોજ બપોરે 11:30 થી સંઘજમણ શરૂ થશે.સંઘજમણ દશશ્રીમાળી વણિક જ્ઞાતીની વાડી,સરદાર રોડ,બેન્ક ઓફ બરોડા સામે,મોરબી ખાતે(ડો.સંઘવીની હોસ્પિટલ વાળી શેરીમાંથી પ્રવેશ) રાખેલ છે. પ્રમુખ મનોજભાઈ ડી.દેસાઈ અને મંત્રી રાજુભાઇ એમ.ગાંધી દ્વારા સમાજના લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે.