હળવદ : હળવદ તાલુકાના માથક ગામે ખેત મજૂરી કરી જીવન નિર્વાહ કરતા મૂળ છોટા ઉદેપુર જિલ્લાના ઊર્મિલાબેન વાસુદેવભાઈ નાયકા ઉ.20 નામના પરિણીતાને ગત તા.22 ઓગસ્ટના રોજ મોરબી સિવિલ હોસ્પિટલમાં સિઝેરિયન ઓપરેશન કરી પ્રસુતિ કરાવ્યા બાદ ગત તા.7 સપ્ટેમ્બરના રોજ અચાનક ચક્કર આવતા પડી જતા મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.