ટંકારાના નવા વીરપર ગામે રવિવારે નિ:શુલ્ક સર્વરોગ હોમિયોપેથી સારવાર કેમ્પ યોજાશે

- text


 

ટંકારા : આગામી તારીખ 11/9/2022 ને રવિવારના રોજ સવારે 9:00 થી 01:00 વાગ્યા દરમિયાન નવા વીરપર પ્રાથમિક શાળા ખાતે નિ:શુલ્ક સર્વરોગ હોમિયોપેથી સારવાર કેમ્પ યોજાશે.

મોરબી જિલ્લા આયુર્વેદ અધિકારીની સુચના અન્વયે આયોજિત કેમ્પમાં સરકારી હોમિયોપેથી દવાખાના – ટંકારાના મેડિકલ ઓફિસર ડોક્ટર જે.પી.ઠાકર, ડો.વિજય નંદેરીયા તથા મેડિકલ ઓફિસર હોમિયોપેથી કોયલી દર્દીઓને તપાસી નિ:શુલ્ક સારવાર કરશે.

- text

આ કેમ્પમાં ચામડીના, પેટ-આંતરડાના, સાંધાના રોગો, કિડની તથા પિતાશયની પથરી ઉપરાંત માથાનો દુ:ખાવો, આધાશીશી, બીપી, ડાયાબિટીસ તથા ચેપીરોગો સામે રક્ષણ આપતી હોમિયોપેથી દવાઓ પણ આપવામાં આવશે. અત્રે નોંધનીય છે કે લાભ લેનાર દર્દીએ જુના રિપોર્ટની ફાઈલ સાથે લાવવાની રહેશે.

 

- text