મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે બાતમીને આધારે લાતીપ્લોટ શેરી નંબર -3માં દરોડો પાડી આરોપી શમસાદ ઉર્ફે સમીર જુસબભાઈ કટીયાના રહેણાંકમાંથી જુદી જુદી બ્રાન્ડની વિદેશી દારૂની 13 બોટલ કિંમત રૂપિયા 6,515નો મુદામાલ કબ્જે કર્યો હતો. જો કે દરોડા દરમિયાન બુટલેગર હાજર ન મળી આવતા પોલીસે ફરાર દર્શાવી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.