વિધાનસભા ચૂંટણી પૂર્વે ટંકારાને નગરપાલિકાનો દરજ્જો આપવાની માંગ બળવત્તર બની ટંકારા : સરકારે રમત ગમત અને શાળા કોલેજ માટે મેદાન ફાળવવા અંગે નિયમો ઘડ્યા છે.પરંતુ ટંકારામાં રમત ગમત માટે મેદાન આપવાની માંગ કરનારા બાળકોને બુઢાપો આવ્યો છતા હજું સુધી ટંકારા તાલુકાના રમતવીરોને એનુ ઝોમ દેખાડવા કોઈ જગ્યા મળી નથી જેથી વિધાનસભા ચૂંટણી પૂર્વે ટંકારા શહેરની જનતા નગરપાલિકા બનાવવાની માંગ સાથે રમત-ગમતના મેદાન માટે માંગ દોહરાવી છે. આઝાદી પહેલા ટંકારામાં વિશાળ રમત મેદાન હતું પરંતુ સમય જતા આ મેદાન ખોવાઈ ગયું છે. સરકાર રમત ગમત અને શાળા કોલેજ માટે મેદાનને લઈ અનેક નિયમો ધડયા છે પરંતુ ટંકારા તાલુકામાં હજારો રમતવીરો એનુ ભવિષ્ય બનાવવા,આનંદ કરવા,શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ થવા રાજકીય રમત રમતી હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. ટંકારા શહેરને રમત-ગમતનું મેદાન મળે તે માટે તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ જીલ્લા, કક્ષાએ અને રાજ્ય કક્ષાએ હજારો રજૂઆત મેદાન માટે રમતવીરો દ્વારા કરવામાં આવી હતી. પરંતુ કોઈ જ પ્રત્યુત્તર સાંપડ્યો નથી આથી જો નગરપાલિકાનો દરજ્જો ટંકારાને મળે તો આ કામ સરળ બની જાય. ટંકારામાં સરકારી જમીન પર ગેરકાયદે દબાણો ખડકી આડેધડ કબજા કરી લેવાયા છે જે દુર કરવા શક્ય નથી. પરંતુ જો નગરપાલિકા બને તો ચીફ ઓફિસર દ્વારા ત્વરીત પગલાં ભરી રમત ગમત માટે મેદાન ફાળવણી શક્ય હોવાનું નાગરિકો જણાવી રહ્યા છે.