હળવદ : હળવદ શહેરના મુખ્ય માર્ગ અતિ જર્જરીત થઈ ગયા હોય જેથી ખરાબ રોડ અને ઉડતી ધૂળથી લોકો પરેશાની ભોગવી રહ્યા હોવાથી મુખ્ય માર્ગને રીપેરીંગ કરી સંપૂર્ણ રોડ ઉપર ડામર પાથરવા પ્રદેશ ભાજપના યુવા નેતા દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. યુવા ભાજપ અગ્રણી નયન દેત્રોજાએ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને માર્ગ અને મકાન મંત્રી જગદીશ પંચાલને લેખિતમાં કરેલ રજૂઆતમાં જણાવ્યું છે કે હળવદ શહેર થી મુખ્ય હાઇવે ને જોડતા મુખ્ય રસ્તાઓ આર.એન.બી વિભાગમાં આવતા હોય જેથી આ અતિ ખરાબ થઈ ગયેલા રોડ વહેલી તકે રીપેરીંગ કરી ડામર થી મઢાવવા માટે રજૂઆત કરાઈ છે.