મોરબીઃ હાલમાં જાહેર થયેલા NEET- UG-2022ના પરિણામમાં મોરબીના વિદ્યાર્થીઓ પણ ઝળક્યા છે. ત્યારે મોરબીના વિદ્યાર્થી સોમૈયા કેવિને આ પરીક્ષા સારા માર્કસ સાથે પાસ કરી છે. મોરબીના સોમૈયા કેવિન રાજેશભાઈએ રાજકોટની મોદી સ્કૂલમાંથી અભ્યાસ કરીને NEET-UG-2022ની પરીક્ષામાં સારો દેખાવ કર્યો છે. કેવિને પરીક્ષામાં 690 માર્ક્સ મેળવીને ઓલ ઈન્ડિયા લેવલે 334મો નંબર મેળવ્યો છે. આમ પરીક્ષામાં સારા માર્ક્સ મેળવીને કેવિને મોરબી જિલ્લા અને પરિવારનું ગૌરવ વધાર્યું છે.