મોરબી : સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ્ રાજકોટ, ભારત વિકાસ પરિષદ મોરબી શાખા અને અભિનવ સ્કૂલ મોરબી દ્વારા આગામી તા.10ના રોજ સાંજે 4 થી 6 કલાકે અભિનવ સ્કૂલ, પંચાસર રોડ, નાની કેનાલ રોડ, રોહન નગર, મોરબી ખાતે નિઃશુલ્ક વૈદિક પેરેન્ટિંગ સેમિનાર યોજશે. આ સેમિનારમાં ડૉ. મેહુલભાઈ આચાર્ય દર્શનાચાર્ય, Ph.D.(આયુર્વેદ અને દર્શનશાસ્ત્ર) માર્ગદર્શન આપશે. જેમાં પંચકોશ એટલે શું? પંચકોશ વિકાસ એટલે શું?,બાળકો નું ઘડતર કરી રીતે કરવું?બાળકોની સમસ્યાઓ - જીદ્દ ગુસ્સો, ઇત્યાદિ ને દૂર કરવા શું કરવું,?,બાળકોની સુષુપ્ત શક્તિઓનો વિકાસ કઈ રીતે કરવો? વગેરે વિષય પર ચર્ચા કરવામાં આવશે. આ કાર્યક્રમમાં બાળકોનું ઉત્તમ ભવિષ્ય ઇચ્છનાર માતા-પિતા, શિક્ષણવિદો, આચાર્યો, પ્રબુદ્ધ નાગરીકો, સામાજિક અને સાંસ્કૃતિક ક્ષેત્રમાં કામ કરનાર સંગઠનોના પ્રતિનિધિઓ અને શૈક્ષણિક પ્રકલ્પો સાથે સંકળાયેલા ભાઈઓ/બહેનો તથા ભારતીય શિક્ષા-ગુરુકુળ શિક્ષા વ્યવસ્થામાં કામ કરવાનો રસ ધરાવનાર ભાઈઓ તથા બહેનોને આમંત્રણ આપવામાં આવ્યું છે. શિબિર સંબંધિત કોઈપણ પ્રશ્નો માટે મયુરભાઈ મો.9825 8822 41(મોરબી, પંછી મેડીકલ),મંથન માંકડ મો.966456 4087(રાજકોટ),અમિત ગોરવાડીયા મો.8686616141 (રાજકોટ) પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.