મોરબી: શનાળા રોડ પરના ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતેના ગાયત્રી ચેતના કેન્દ્રમાં આગામી તારીખ 11 સપ્ટેમ્બર ને રવિવારના રોજ નિ:શુલ્ક આયુર્વેદિક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો લાભ લેવા જાહેર જનતાને જણાવવામાં આવ્યું છે. જનજાગૃતિ અભિયાન દ્વારા ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે રવિવારે સવારે 9 થી 1 વાગ્યા સુધી નિ:શુલ્ક આયુર્વેદિક નિદાન કેમ્પ યોજાશે. આયુર્વેદિક નિદાન કેમ્પમાં લાભ લેનાર વ્યક્તિએ પોતાનો કેસ મોબાઈલ નંબર 63522 99810 પર ફોન કરીને લખાવવા જણાવવામાં આવ્યું છે.