અગાઉ બસ મોડી પડ્યા બાદ ટિકિટ મશીન બગડી જવાથી અધવચ્ચે મુસાફરી લટકી પડ્યા બાદ આજે ફરી બસ એક કલાક લેઈટ થઈ અને ઉપરથી ઉડાવ જવાબ મળતા મુસાફરો હેરાન થયા મોરબી : મોરબી-ઘાટીલા રૂટની બસની અનિયમિતતાના ધાંધિયા યથાવત રહ્યા છે. અગાઉ બસ મોડી પડ્યા બાદ ટિકિટ મશીન બગડી જવાથી અધવચ્ચે મુસાફરી લટકી પડ્યા બાદ આજે ફરી બસ એક કલાક લેઈટ થઈ અને ઉપરથી ઉડાવ જવાબ મળતા મુસાફરો હેરાન થયા હતા. મોરબી ઘાટીલા રૂટની બસમાં અપડાઉન કરનાર વિદ્યાર્થીઓ અને મુસાફરોના જણાવ્યા મુજબ મોરબી ઘાટીલા રૂટની બસ ક્યારેય સમયસર ઉપડતી જ નથી. હાલ મોરબીથી આ બસ ઉપડવાનો સમય સાંજના 6 વાગ્યાનો છે. પણ આ બસ હમેશા કોઈના કોઈ બહાને મોરબીથી લેઈટ જ ઉપડે છે. થોડા સમય અગાઉ મોરબીથી કલાકો મોડી બસ ઉપફી હતી. બસ અધવચ્ચે પહોંચી ત્યારે ખબત પડી કે ટીકીટ મશીન ખરાબ થઈ ગયું છે. આથી બસ અધવચ્ચે થોભાવીને કંડકટર ટિકીટ મશીન બદલવા ગયા હતા આથી લોકો અધવચ્ચે લટકી પડ્યા હતા. આમ છતાં તંત્ર ન સુધરતા આ બસ એક કલાક મોડી પડતા મુસાફરોએ એસટી ડેપોમાં પૂછપરછ કરતા મનફાવે તેવો ટાઈમ આપીને ઉડાવ જવાબ આપ્યો હતો અને બસની અનિયમિતતા તો યથાવત રહેશે તેવો એસટીવાળા બેજવાબદારીભર્યો જવાબ આપે છે. આ સમસ્યા છેલ્લા એક વર્ષથી હોવાથી મુસાફરોએ આ બસની અનિયમિતતાનો પ્રશ્ન હલ કરવા એસટી તંત્ર સમક્ષ માંગ કરી છે.