મોરબી : મોરબી સોની બજાર કા રાજાની હાજરીમાં બાળકો અને વડીલો માટે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરાવામાં આવ્યું હતું. મોરબીમાં ગણેશ ઉત્સવની ધૂમ ધામથી ઉજવણી કરવામાં આવી રહી છે.જેમાં સોની બજારમાં આવેલ વેરાઈ શેરીમાં સોની બજાર કા રાજા ગણપતિ મહારાજની હાજરીમાં છેલ્લા ૧૦ વર્ષોથી વિવિધ પ્રકારના જ્ઞાન સાથે ગમ્મત તથા ભક્તિભાવના કાર્યક્રમો કરવામાં આવે છે.જેમાં એક મિનિટ રમત - ગમત સ્પર્ધા , કૌન બનેગા ચાણક્ય , રાસ ગરબાની ધૂમ, વેશભુશા, સુંદર કાંડના પાઠ,ધૂન ભજનની રમઝટ ,અન્નકોટના દર્શન તેમજ બીજા ઘણા બધા સુંદર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.જેમાં નાના બાળકોથી માંડીને યુવકો તથા વડીલો પણ ઉત્સાહભેર ભાગ લે છે.