મોરબીઃ મોરબી સતવારા નવગામ જ્ઞાતિ સંચાલિત શિક્ષણ પુરસ્કાર સમિતિ દ્વારા મોરબી સતવારા જ્ઞાતિના ધોરણ 9 થી કોલેજ સુધીમાં પ્રથમ, દ્વિત્તિય નંબર મેળવેલ અને ઉચ્ચશિક્ષણ મેળવેલ 67 વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ યોજાયો હતો. મોરબી સતવારા નવગામ જ્ઞાતિના પ્રમુખ ડો.લખમણભાઈ કંઝારિયાના અધ્યક્ષ સ્થાને યોજાયેલા સન્માન સમારોહમાં ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરનાર પરમાર સમય ભરતભાઈ, સેવા સન્માન પ્રવિણભાઈ પરમાર તથા શિષ્યવૃત્તિ માટે રૂા. 10 હજારના દાતા ભૌમિક હિતેષભાઈ જાદવનું સાલ ઓઢાડી જ્ઞાતિના પ્રમુખ લખમણભાઈ કંઝારિયાના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જ્ઞાતિના 67 તારલાઓને શિલ્ડ,પ્રમાણપત્ર ,સર્ટી ફાઈલ,ડિકશનરી,પેડ, સ્ટેપ્લર,સ્કુલ બેગ, પુસ્તકો,બોલપેન વગેરે વસ્તુઓ દાતાઓ અને પ્રમુખના હસ્તે આપીને વિદ્યાર્થીઓને સન્માનિત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સિવણ કલાસની બહેનો દ્વારા રાસ-ગરબાનો સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સતવારા જ્ઞાતિ સમાજ સેવા મંડળના પ્રમુખ ગોવિંદભાઈ હડિયલ, મોરબી નગરપાલિકાના પ્રમુખ કુસુમબેન પરમાર, મોરબી સતવારા નવગામ જ્ઞાતિનાના મંત્રી રમેશભાઈ પરમાર, મોરબી સતવારા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ રાધવજીભાઈ કંઝારિયા, મોરબી જિલ્લા સતવારા કર્મચારી મંડળના પ્રમુખ મહેશભાઈ પરમાર, સતવારા સોશ્યલ ગૃપના મંત્રી કે.કે.પરમાર, મોરબી સતવારા મંડળના મંત્રી અરવિંદભાઈ કંઝારિયા, વાઘપરા સતવારા જ્ઞાતિના પ્રમુખ ભુદરભાઈ જાદવ, વજેપર સતવારા જ્ઞાતિના પ્રમુખ રાજુભાઈ ડાભી વગેરે આગેવાનો હાજર રહ્યા હતા. દાતાના પ્રતિનિધિઓ કિશોરભાઈ પ૨મા૨, જીવરાજભાઈ પરમાર, મહાદેવભાઈ ડાભી, મનજીભાઈ કંઝારિયા, હસમુખભાઈ પરમાર,ગીતાબેન કંઝારિયા વગેરેએ પણ હાજરી આપી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા શિક્ષણ પુરસ્કાર સમિતિના સભ્ય મહાદેવભાઈ ડાભી, વિજયભાઈ પરમાર, દેવજીભાઈ ચાવડા, વિજયભાઈ ડાભી, પ્રકાશભાઈ સોનગ્રા, રમેશભાઈ પરમાર, કેતનભાઈ પરમાર, કે કે પરમાર, મહેશભાઈ કંઝારિયા, ગોવિદભાઈ હડિયલ, તરૂણભાઈ પરમાર વગેરેએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમની આભાર વિધિ કેતનભાઈ પરમારે કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મહાદેવભાઈ ડાભીએ કર્યું હતું.