મોરબી : રઘુવંશી યુવક મંડળ - મોરબી દ્વારા આગામી તારીખ 11/9/2022ને રવિવારના રોજ સાંજે 4:30 કલાકે લોહાણા વિદ્યાર્થી ભવન, વસંત પ્લોટ, મોરબી ખાતે સરસ્વતી સન્માન સમારોહ તથા રઘુકુળ મોબાઇલ એપનું લોકાર્પણ કરવામાં આવશે. સમારોહનું ઉદ્ઘાટન ગીરીશભાઈ જશરાજભાઇ ઘેલાણી (પ્રમુખ, લોહાણા મહાજન - મોરબી)ના હસ્તે કરવામાં આવશે. આ ઉપરાંત પ્રમુખ સ્થાને ડોક્ટર પરીક્ષિત ગુલાબરાય જોબનપુત્રા તથા અતિથિ વિશેષપદે નીરવ કાંતિલાલ માનસેતા હાજરી આપશે. સમારોહ પૂર્ણ થયા બાદ ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ભવ્ય સન્માન સમારોહ કાર્યક્રમમાં સર્વે જ્ઞાતિબંધુઓને પધારવા આયોજકો દ્વારા અનુરોધ કરાયો છે.