મોરબી : આ વર્ષે વધુ વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે ત્યારે વિરપરડા અને આજુબાજુના ગામના ખેતરોમાં પણ પાણી ભારત ખેડૂતો પાયમાલ થતાં નુકશાની વળતર આપવાની માંગ સાથે વિરપરડા ગ્રામ પંચાયતના સરપંચે મુખ્યમંત્રીને રજુઆત કરી છે. મોરબી તાલુકાના વી૨૫૨ડા ગામમાં આ વર્ષે અતિવૃષ્ટિના કારણે ગામની સીમમાં સંપુર્ણપણે પાક નિષ્ફળ ગયેલ છે.ખેડુતોની આજીવિકાનું સાધન એક માત્ર ખેતી હોવાનું અને ચોમાસાની સીઝન પર જ આધારીત હોવાનું જણાવી આ ચોમાસાની સીઝનનો લગભગ 37 ઈંચ વરસાદ નોધાય ચુકેલ છે અને હજુ પણ હવામાન ખાતા દ્વારા વરસાદ તેમજ વાવાજોડાની આગાહીઓ કરવામાં આવેલ છે. આજની તારીખે તમામ ખેતરોમાં પાણી ભરાયેલા છે.મુખ્ય વાવેતર મગફળી તેમજ બીટી કપાસનું કરતા હોઈ છે.જે સંપર્ણપણે નાશ પામેલ છે. આ વર્ષે અતિવૃષ્ટિના કારણે આજુ બાજુનાં ગામો જેવા કે, હજનાળી, મોડપર, કુંતાસી, રાજપર, પીપળીયા, લુટાવદર મોટાભેલા, બીલીયા, નાના દહીંસરા, મોટા દહીસરા તેમજ દરીયા કાઠાથી નજીકના બધા જ ગામોમાં સંપુર્ણપણે પાક નિષ્ફળ ગયેલ છે. અગાઉ સહકારી બેન્ક દ્વારા વીમા પ્રીમીયમ વસુલી આપવામાં આવતો હતો. જયારે હવે સીધી જ સરકાર દ્વારા નુકશાનીનું વળતર આપવાની વ્યવસ્થા કરવામાં આવેલી છે. અગાઉ માળીયા મીયાણા તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરેલ તેની બાજુમાં જ વિરપરડા ગામની સીમ લાગુ પડતી હોય જે મો૨બી તાલુકામા આવેલ હોવાના લીધે નુકશાન થયેલ હોવા છતાં વિમાનો લાભ ન મળેલ.માટે સ્થળ ઉપર તમામ ગામનું વહેલી તકે સર્વે કરાવી અતિવૃષ્ટિના કારણે દુષ્કાળગ્રસ્ત જાહેર કરી જગતના તાતને તાત્કાલીકના ધો૨ણે વિમાની સહાય અપાવા વિરપરડા ગ્રામ પંચાયતના સરપંચ અજયસિંહ નરેન્દ્રસિંહ જાડેજાએ મુખ્યમંત્રી,કૃષિમંત્રી,ગ્રામ્ય વિકાસ મંત્રીને રજુઆત કરવામાં આવી છે.