15 દિવસથી પાણીની લાઈન લીકેજ થતા પાણીનો વેડફાટ છતાં તંત્રની ઉંઘ ન ઉડતા સ્થાનિકોમાં રોષ મોરબી : મોરબીની નાની કેનાલ રોડ ઉપર આવેલ વિસ્તારમાં પાણીની લાઈન લીકેજ થતા પાણીનો બેફામ બગાડ થઈ રહ્યો છે. જો કે આ વિસ્તારમાં બાંધકામ ચાલુ હોય તેના માટે અમુક અસામીઓ ગેરકાયદે કનેક્શન લીધા હોય તેમાંથી પાણી લીકેજ થઈને વહેતુ હોવાનો સ્થાનિકોએ આરોપ મૂકી પાણીનો બગાડ અટકાવવા અને ગેરકાયદે કનેકશન લીધા હોય તો તેની સામે કાર્યવાહી કરવા માંગ કરી છે. મોરબી શહેરના વોર્ડ નંબર નવમાં નાની કેનાલ રોડની વસાહતમાં છેલ્લા પંદર દિવસથી પીવાના પાણીની લાઈન લીકેજ થઈ ગઈ હોવાથ પાણી બેફામ રીતે વેફડાઈ રહ્યું છે અને પાણી આખા રોડમા નદીના વહેંણની જેમ રહેતું રહે છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ નાની કેનાલ રોડ અત્યારે ખૂબ જ વિકસિત વિસ્તાર છે. પરંતુ ત્યાં મંજૂરી વગરના બાંધકામ થતા હોય ત્યાં નીકળતી પીવાની પાણીની લાઈનમાં નગરપાલિકાની જાણ હોય કે ન હોય પણ ત્યાં કનેક્શન લઈ લેવામાં આવ્યા છે અને આ કનેક્શન લીધા પછી કાળજીપૂર્વક કામગીરી કરી ન હોય કનેક્શન લીધું ત્યારથી આ પાણી વેડફાતું રહે છે. અને આ વેડફાતા પાણી અંગે વહીવટી તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. તાત્કાલિક આવહેતું પાણી બંધ કરવામાં આવે અને જો આ કનેક્શન ગેરકાયદેસર લીધું હોય તો પાણી ચોરી કર્યા અંગેની કાર્યવાહી કરવા સ્થાનિક લોકોએ માંગ ઉઠાવી છે.