મોરબી: આગામી તારીખ 9 સપ્ટેમ્બરને શુક્રવારના રોજ રાત્રે 9 કલાકે મહિલા દર્દીના લાભાર્થે જ્ઞાનવિહાર સ્કૂલની બાજુમાં આવેલા નવા પ્લોટમાં પંચમુખી હનુમાનજી મંદિરની સામે શકત શનાળા, મોરબી ખાતે રામામંડળ ભજવવામાં આવશે. વસાડવા યુવા ગ્રુપ રામામંડળ દ્વારા રામાપીરનું જીવન ચરિત્ર સંગીતમય શૈલીમાં ભજવવામાં આવશે. રામામંડળમાં એકઠી થયેલી રકમ વસાડવા ગામના મહિલા દર્દી રેખાબેન દરિયાલાલભાઈ સાવલિયા (ઠાકોર)ની સારવારના ખર્ચ માટે આપવામાં આવશે. આ રામામંડળ પ્રસંગે અજયભાઈ લોરીયા અતિથિ મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે. તો આ રામામંડળનો લાભ લેવા માટે જાહેર જનતાને અવચરભાઈ જામરીયા અને ભરતભાઈ જામરીયા દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.