જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડી સાંજે 6 થી રાત્રીના 12 વાગ્યા સુધી વિવિધ માર્ગો પર ભારે વાહનો માટે પ્રવેશબંધી ફરમાવી મોરબી : રવાપર ઘુનડા રોડ પર આવેલ રામેશ્વર પાર્ટી પ્લોટમાં આજરોજ તા7 રોજ વિરાંજલી કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હોય મોરબી જિલ્લાના તમામ તાલુકાઓમાંથી મોટી સંખ્યામાં જાહેર જનતા આ કાર્યક્રમ નિહાળવાની આવવાની શક્યતાઓ હોઇ શહેર વિસ્તારમાં ટ્રાફિક સમસ્યાનો પ્રશ્ન ન ઉદભવે તે માટે તા.7ના સાંજે 6 થી 12 ( રાત્રિના) દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવાઇ રહે તે સંબંધિત રસ્તાઓ પર ભારે વાહન માટે પ્રવેશબંધી માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. મોરબી જિલ્લા મેજીસ્ટ્રેટ જે.બી.પટેલ દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામા અનુસાર લીલાપર ચોકડીથી રવાપર ગામ તરફનો રસ્તો, દલવાડી સર્કલથી રવાપર ગામ તરફનો રસ્તો, ઘુનડા ચોકડીથી રવાપર ગામ તરફનો રસ્તો વગેરે રસ્તાઓ ઉપર ભારે વાહનો પસાર થવા ઉપર પ્રતિબંધ રહેશે.ભારે વાહન માટે ઉપરોકત રોડ રસ્તાઓના વૈકલ્પીક રસ્તા તરીકેની વ્યવસ્થા મુજબ વાંકાનેર હાઇવે થી લીલાપર રોડ થઇ રાજકોટ જતા વાહનો માટે રફાળેશ્વર થઇ રવિરાજ ચોકડી થઇ રાજકોટ હાઇવે તરફ જઇ શકશે. રાજકોટથી લીલાપર રોડ થઇ વાંકાનેર હાઈવે તરફ જતા વાહનો માટે ભકિતનગર સર્કલ થઇ રવિરાજ ચોકડી થઇ વાંકાનેર હાઇવે તરફ જઇ શકાશે. ઘુનડા ચોકડીથી વાંકાનેર હાઇવે તરફ જતા વાહનો માટે ઘનડા ચોકડી થી રાજપર ચોકડી થઇ ભકિતનગર સર્કલ થઇ રવિરાજ ચોકડી થઇ વાંકાનેર હાઇવે તરફ જઇ શકાશે.આ જાહેરનામું તા.7 પુરતું સાંજે 6 થી 12 ( રાત્રિના) સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનારને ગુજરાત પોલીસ અધિનિયમ-1951 ની કલમ-131 હેઠળ શિક્ષાને પાત્ર બનશે.