મોરબી: મોરબીમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે હાઉસિંગ બોર્ડ કા રાજા ગણપતિ મહોત્સવનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસના આગેવાનોએ આ ગણપતિ મહોત્સવમાં ઉપસ્થિત રહીને ગણપતિ બાપાની આરતી કરીને આશીર્વાદ મેળવ્યા હતા. શનાળા રોડ હાઉસિંગ બોર્ડ કા રાજા ગણપતિ મહોત્સવના આયોજક યોગીરાજસિંહના આમંત્રણને લઈને ગણપતિ ઉત્સવમાં મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ જયંતીભાઈ પટેલ, મુકેશભાઈ પટેલ, કે.ડી. પડસુંબીયા, મનોજભાઈ પનારા, મહેન્દ્રસિંહ ઝાલા અશ્વિનભાઈ વિડજા, નિલેશભાઈ ભાલોડીયા તેમજ રમેશ રબારી સહિતના કોંગ્રેસના આગેવાનો કાર્યકરોએ ઉપસ્થિત રહીને ગણપતિ બાપાની આરતી ઉતારી હતી અને બાપાના આશીર્વાદ મેળવીને ધન્યતા અનુભવી હતી. સાથે જ મોરબી જિલ્લાના લોકોની સુખાકારી માટે ગણપતિ બાપાના ચરણોમાં પ્રાર્થના કરી હતી.