મોરબી : મોરબી જિલ્લામાં આજે બુધવારે નવા 3 કેસ નોંધાયા છે. સામે એક્ટિવ કેસની સંખ્યા 12એ પહોંચી છે. મોરબી જિલ્લામાં આરોગ્યતંત્રએ આજે તા.7એ 392 દર્દીઓના સેમ્પલ લીધા હતા. જેમાંથી મોરબી ગ્રામ્યના 2 અને મોરબી શહેરના 1 મળી કુલ 3 દર્દીના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જ્યારે મોરબીમાં 1 દર્દી રિકવર થયા છે. આમ જિલ્લામાં કોરોનાના એક્ટિવ કેસનો આંક 12 થઈ ગયો છે.