મોરબીઃ શિક્ષણ વિભાગ ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી મોરબી તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી મોરબી દ્વારા ગત તારીખ 5 સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિન નિમિત્તે શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબી જિલ્લાના બિલીયા પ્રાથમિક શાળાના મદદનીશ શિક્ષક ગૌતમ આર. ગોધવિયાને જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું. અધ્યાપન ક્ષેત્રે કરેલી પ્રશંસનીય લોકસેવાના સન્માનાર્થે ગૌતમ આર. ગોધવિયાને રાજ્ય મંત્રી બ્રિજેશભાઈ મેરજાના હસ્તે જિલ્લા કક્ષાના ક્ષેષ્ઠ શિક્ષક પારિતોષિક એનાયત કરવામાં આવ્યો હતો. આ પારિતોષિક મળતાં ગૌતમ ગોધવિયાએ શાળા પરિવાર અને જિલ્લાનું ગૌરવ વધાર્યું છે અને તેઓને ચોમેરથી શુભેચ્છાઓ મળી રહી છે.