ટંકારા : આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત યોજાયેલ કલા મહાકુંભમાં પ્રાચીન ગરબા સ્પર્ધામાં ટંકારાની સજનપર પ્રાથમિક શાળા પ્રથમ નંબરે વિજેતા બનતા ચોતરફથી શુભકામનાઓ મળી રહી છે. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત કલા મહાકુંભ -2022 મા તાલુકા કક્ષાએ 'પ્રાચીન ગરબા' સ્પર્ધામાં સજનપર પ્રાથમિક શાળા પ્રથમ નંબર મેળવી જિલ્લા કક્ષા માટે પસંદગી થયેલ છે.આ કાર્યક્રમની તૈયારી કરાવનાર શાળાના શિક્ષિકા બહેન ભારતીબેન દેત્રોજા અને પી.જી. પટેલ કોલેજના હિતેન્દ્રસિંહ જાડેજા તેમજ હાર્મોનિયમના સુર રેલાવનાર જયંતીભાઈ સૈજા અને સજનપર ગામના તબલા વાદક પિન્ટુભાઈ દલસાણીયા તેમજ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય અલ્પેશભાઈ પુજારાએ જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા બદલ કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીનીઓને શાળા પરિવાર વતી અભિનંદન અને જિલ્લા કક્ષાએ પણ પ્રથમ નંબર મેળવે એવી શુભેચ્છા પાઠવેલ હતી.