મોરબી : જય સિધ્ધનાથ સેવા સમિતિ ટ્રસ્ટ આયોજિત માધાપરના રાજા ગણેશોત્સવમાં આજે તા.6ને મંગળવારના રોજ રાત્રે 9.30 કલાકે લતીપરની પ્રખ્યાત રાણબાઈ રાસ મંડળીના રાસ, ઢાલ તલવાર સહિત અનેક નવા રાસ ગરબાનો કાર્યક્રમ રામજી મંદિર ચોક,માધાપર મેઈન રોડ મોરબી ખાતે રાખવામાં આવેલ છે. જેનો લાભ લેવા જય સિધ્ધનાથ સેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા લોકોને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.