નવરાત્રિમાં રાસ ગરબે ઝૂમવા માટે યુવક-યુવતીઓએ અવનવા સ્ટેપ્સ શીખવા મહેનત ચાલુ કરી ત્રણ મહિનામાથી ચાલતા 20 થી વધુ દાંડિયા-રાસના કલાસીસમાં અસંખ્ય યુવક યુવતીઓ દરરોજ રાસ ગરબાની પ્રેક્ટિસ કરે છે મોરબી : માં આદ્યશક્તિની આરાધનાના મહાપર્વ નવરાત્રી મહોત્સવ નજીક આવતા ખાસ કરીને યુવાઘન હિલોળે ચડ્યો છે. આમ પણ આ વખતે બે વર્ષ પછી નવરાત્રી મહોત્સવનું ભક્તિભાવથી અને ધામધૂમથી આયોજન થવાનું હોવાથી યુવાનોમાં નવરાત્રીની નવે-નવ રઢિયાળી રાત્રીએ ગરબે ઝૂમવા યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળે છે. ખાસ કરીને અર્વાચીન રાસોસ્તવમાં રાસ ગરબે રમવા માટે ડીજેના તળે અવનવા સ્ટેપ્સ શીખવા જરૂરી હોય મોરબીમાં છેલ્લા ત્રણ મહિનાથી દાંડિયા-રાસના કલાસીસ શરૂ થઈ ગયા છે. કોરોના મહામારીના બે વર્ષ પછી ખેલૈયાઓને ગરબા રમવા મળવાના હોય આ વર્ષે વાયબ્રાન્ટ, ગોપાલા-વૃંદાવન સ્ટેપ ઉપર ધમાચકડી મચાવવા ખેલૈયાઓ થનગની રહ્યા છે. મોરબીના પોશ વિસ્તાર રવાપર રોડ અને શનાળા રોડ ઉપર 20થી વધુ દાંડિયા-રાસના કલાસીસ છેલ્લા ત્રણ મહિનાથી ચાલે છે. જેમાં એક કલાસીસમાં 150 થી 300 સુધી યુવક યુવતીઓ અવનવા રાસ ગરબાના સ્ટેપ્સની તાલીમ લઈ રહ્યા છે. રવાપર ચોકડી ઉપર સ્વાગત હોલ પાસે આવેલ વાઈબ્રન્ટ દાડિયા રાસ કલાસીસના સંચાલક ભાસ્કરભાઈ પૈજાએ જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ મહિનાથી સાંજની એક બ્રાન્ચમાં 350 જેટલા યુવક યુવતીઓ રાસ ગરબાની નિયમિત પ્રેક્ટિસ કરે છે.જેમાં 205 જેટલી તો યુવતીઓ તાલીમ મેળવે છે. આ વખતે વાઈબ્રન્ટ, ગોપાલા-વૃદાવન, રંગીલો, મધુબંસી,પનઘટ, કચુંકો, ક્રિષ્ના, રંગોલી, તારક મહેતા સિરિયલની દયાનો ખાસ સ્ટેપ્સ સહિતના અનેક પ્રકારના જુના નવા સ્ટેપ્સ ડીજેના તાલે સંગીતની ધૂન ઉપર શીખવાડવામા આવે છે. વધુમાં જણાવ્યું હતું કે,બે વર્ષ પછી નવરાત્રીનું આયોજન થતું હોવાથી આ વખતે યુવાનોના મનમાં ઉત્સાહ સમાતો નથી. ત્રણ મહિનામાં 25 સ્ટેપ્સની તજજ્ઞો નિયતી કુકડોયા, વેદાગી હીરાણી, સુજન પરમાર તાલીમ આપવામાં આવે છે. જ્યારે કિંગ એન્ડ કિવિનના દાંડિયા-રાસના કલાસીસના સંચાલક જતીન સોલંકીએ જણાવ્યું હતું કે, તેમના કલાસીસમાં 150 યુવક, યુવતીઓ છેલ્લા ત્રણ મહિનાથી રાસ ગરબાની તાલીમ મેળવી રહ્યા છે. દરરોજ બે બ્રાન્ચમાં યુવક યુવતીઓને જુદા જુદા રાસના સ્ટેપ્સ સંગીતના તાલે શીખડવામાં આવે છે. બે વર્ષ પછી રાસ ગરબે રમવાની તક મળી હોય યુવાનો જબરા ઉત્સાહ સાથે કલાસીસમાં રાસ ગરબે ઝૂમી રહ્યા છે. જેમાં આ વખતે રંગીલો,બાવીસ સ્ટેપ્સ, 25 સ્ટેપ્સ, ફિફ્ટીન સ્ટેપ્સ, અલગ અલગ સ્ટાઇલના સુરતી ડોઢિયા જેવા સ્ટેપ્સ પર યુવાનો મન મુકીને ઝુમી રહ્યા છે. જુના સ્ટુડન્ટ હવે તૈયાર થઈ જતા સ્ટુડન્ટ દ્વારા સંગીતના તાલે તાલીમ આપવામાં આવે છે. જેમાં બંસી પાટડીયા, આરતી રાવલ, કોમલબેન રાવલ,જેનિસ પાટડીયા, પ્રકાશ કાવૈયા સહિતના શીખવાડે છે. જેમ જેમ નવરાત્રી નજીક આવી રહી છે તેમ તેમ કલાસીસ પણ વધી ગયા અને યુવતીઓની સંખ્યા પણ વધી રહી છે. મોરબીમાં વૃંદાવન દાંડીયા કલાસીસ દવારા નવરાત્રી ની પૂરજોશમાં તૈયારી આ કલાસમાં બેઝિક થી શરૂ કરીને ન્યુ ટ્રેન્ડીંગ વેરીએશન જેમકે સુરતી ડોઢિયા,રમઝટ, ઢોલીડા,રંગતાલી, ખેલૈયા,ટીટોડો વેસ્ટર્ન, કાકાબાપા,ભાઇ ભાઈ,ડાકલા,ટીમલી,ઝુંબા ગરબા હેલ્લારો,વૃંદાવન સ્પેશિયલ અને આ સીવાય અનેક અવનવા સ્ટેપ સાથે આ કલાસીસ માં 250 પણ થી વધુ સંખ્યામાં ખેલૈયાઑ ખુબજ ઉત્સાહ થી તાલીમ લઈ રહ્યા છે. વૃંદાવન દાંડીયા કલાસીસ માં મોરબી ના ખૂબ પ્રખ્યાત એવા રાહુલ કવૈયા અને ડૉ.અમિષા રાચ્છ ગરબા શીખવી રહ્યા છે.તેઓ બન્ને ખૂબ નાની ઉંમરથી ગરબાની અનેક કોમ્પિટિશન માં ભાગ લઈને વિનર રહી ચૂક્યા છે.મોરબીમાં આ બન્ને નામ ખૂબ જાણીતા છે. ડો.અમિષા રાચ્છ એ મોરબીના મલ્ટી ટેલેન્ટેડ સેલિબ્રિટી છે.લાસ્ટ યર કોરોના સમયમાં તેઓએ ઓનલાઇન ગરબા નો નવો ટ્રેન્ડ શરૂ કર્યો હતો જેની નોંધ ચિત્રલેખા જેવા પ્રતિષ્ઠા મેગેઝીન માં પણ લેવામાં આવી હતી.અને હાલમાં મોરબી અપડેટ સાથે એન્કર તરીકે જોડાયેલા છે.