મોરબી : મોરબી શહેરમાં અનેક સોસાયટીઓ, જાહેર સ્થળો પર ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે પંચાસર રોડ પર સત્યમ હોલ સામે આવેલી ઉમા રેસિડેન્સીમાં ઉમા કા રાજા ગણેશ મહોત્સવની દરરોજ ધામધૂમથી ઉજવણી કરાઈ રહી છે. ઉમા રેસિડેન્સીના રહીશોએ ગણેશ ચતુર્થીના દિવસે ભવ્ય ગણપતિ બાપાની મૂર્તિની સ્થાપના કરી છે, જેના દર્શને દરરોજ ખૂબ જ મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે. સાથે જ સમસ્ત સોસાયટી દ્વારા રાસ ગરબાની રમઝટ બોલાવવામાં આવી રહી છે. નિત્ય ગણેશજીની પૂજા-અર્ચના પણ કરવામાં આવી રહી છે. ત્યારે ઉમા કા રાજા ગણેશ મહોત્સવમાં ભગવાન ગણપતિના દર્શન માટે જાહેર જનતાને પણ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.