સંતો-મહંતો, રાજકીય સામાજિક આગેવાનો ઉપસ્થિત રહેશે મોરબી : મોરબી દશનામ ગોસ્વામી સમાજ મંડળ દ્વારા ગોસ્વામી સમાજના કેજી થી કોલેજ સુધીના તમામ વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ આગામી રવિવારે તા.11 ના રોજ સાંજે 4 થી 7 ગોસ્વામી સમાજની વાડી, લીલાપર રોડ ખાતે યોજાશે. આ વિદ્યાર્થી સન્માન સમારોહમાં સંતો મહંતો, ગોસ્વામી સમાજના આગેવાનો સામાજીક તેમજ રાજકીય આગેવાનો ઉપસ્થિત રહેશે.આ સન્માન સમારોહમાં સર્વ જ્ઞાતિબંધુઓ, વિદ્યાર્થીઓ તથા સમાજના આગેવાનોને સહકુટુંબ પધારવા મંડળના પ્રમુખ ગુલાબગીરી ઘેલુગીરી ગોસ્વામીની યાદીમાં જણાવવામાં આવ્યું છે