મોરબી : રામધામ આશ્રમ ટ્રસ્ટ દેપાળિયા દ્વારા મોરબીમાં ૧૩ માસ સુધી અખંડ ચાલનાર રામનામ જપ મહાયજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો છે.જેમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. રામધામ આશ્રમ ટ્રસ્ટ દેપાળિયા સંસ્થા દ્વારા મોરબી મુકામે સંત નાથાબાપા ભગતની નેમ પૂરી કરવા ૧૩ માસનું અનુષ્ઠાન એટલે અખંડ રામનામ જપ મહાયજ્ઞનો તા.૫ સપ્ટેમ્બરથી પ્રારંભ કરવામાં આવ્યો હતો.જે મહાયજ્ઞ ૧૩ માસ સુધી ચાલશે. અખંડ ધૂન નિમિતે પંચકુંડી હનુમાન રુદ્રી મહાયજ્ઞ, અખંડ જ્યોત શોભાયાત્રા,હનુમાન ચાલીસા પાઠ, ધ્વજા પૂજન, જ્ઞાનસભા, સંત સમારોહ અને સ્ટેજ પ્રોગ્રામ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. મોરબીમાં અખંડ રામધૂન પ્રારંભે તા.5 ના રોજ શોભાયાત્રા યોજાઈ હતી ઉપરાંત મોરબી નરસંગ મંદિરે આરતી કરીને અખંડ રામધુન સ્થળ પર પહોંચી હતી.બપોરે ૧ : ૩૦ થી ૩ સુધી હનુમાન ચાલીસા પાઠ, બપોરે ૦૩ : ૩૦ થી ૬ : ૪૫ સુધી ડો.રામેશ્વરબાપુ હરિયનીના ( છોટે મોરારી) માં અધ્યક્ષ સ્થાને જ્ઞાનસભા યોજાઈ હતી.જેમાં સંત દામજી ભગત, સંત ભરતદસ, સંત પ્રભુચરણદાસ બાપુ,કનકેશ્વરી માતાજી સહિતનાં સંતો મહંતોએ વિગતવાર રામનામનો મહિમા વર્ણવ્યો હતો. નાથાબાપાને દિવ્ય ચેતના હોવાનું જણાવ્યુ હતું તો રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા, બી.એચ. ઘોડાસર તેમજ જેરામભાઈ વાંસ જાળીયા સહિતના આગેવાનોએ પ્રાસંગિક પ્રવચન કરવા સાથે અગ્રણી બાબુભાઈ ગોપાણી અને રમેશભાઇ રાણીપાની સમગ્ર ટીમના આયોજનની પ્રશંસા કરી હતી.સાંજે ૬ : ૪૫ કલાકથી અખંડ રામધુન પ્રારંભ થયો હતો. જે ધાર્મિક મહોત્સવમાં અધ્યક્ષસ્થાને ડો.રામેશ્વરબાપુ હરિયાણી ઉમિયા માતાજી મંદિર સીદસરના પ્રતિનિધિ તરીકે પ્રમુખ જેરામભાઈ વાંસજાળિયા, પૂર્વ પ્રમુખ બી એચ ઘોડાસરા, હંસરાજબાપા હાલપરા, લીલાલહેર નારણબાપા ભાળજા, વિનુભાઈ ગોરધનભાઈ તન્ના અને રવિન્દ્રભાઈ ગીરધરલાલ જોશી સહિતના ઉપસ્થિત રહ્યા હતા.સમગ્ર આયોજનમાં બાબુભાઈ ગોપાણી તેમજ રમેશભાઇ રાણીપાએ માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.