મોરબી : મોરબી પોસ્ટ ઓફિસમાં આવતીકાલે તા.7ના રોજ આધાર કાર્ડ સાથે મોબાઇલ અપડેટ કેમ્પ રાખવામાં આવેલ છે.આ કેમ્પનું લાભ લેવા લોકોને અનુરોધ કરાયો છે. મોરબી પરાબજાર ખાતે આવેલી મેઈન પોસ્ટ ઓફિસમાં આવતીકાલે તા.7ને બુધવારના રોજ સવારે 7થી બપોરના 2 વાગ્યા સુધી આધાર કાર્ડ સાથે મોબાઇલ અપડેટ કરવા કેમ્પ ગોઠવવામાં આવેલ છે.આ કેમ્પમાં તુરંત આધાર કાર્ડમાં મોબાઇલ નંબર લીન્ક કરી આપવામાં આવશે.જેથી આ કેમ્પમાં મોરબી તેમજ મોરબી જીલ્લાની તમામ જનતાને આ આધાર કાર્ડ મોબાઇલ અપડેટ કેમ્પમાં બહોળી સંખ્યામાં કેમ્પનો લાભ મળે તેવુ આયોજન કરવામાં આવ્યું છે.આ કેમ્પનો લાભ લેવા માટે મોરબી મેઈન પોસ્ટ ઓફિસનાં પોસ્ટ માસ્તર વર્ષાબેન મહેતા તેમજ પી.આર. આઈ.પી.રાવલભાઈની જાહેર જનતાને અનુરોધ કર્યો છે.