પિતા સાથે આવી રહેલી બાળકી ટ્રેક્ટરના પંખા ઉપરથી પડી જતા દુર્ઘટના સર્જાઈ મોરબી : મોરબી તાલુકાના બગથળા ગામે પિતા સાથે ટ્રેક્ટરમાં બેસીને આવી રહેલી માસૂમ બાળકી ટ્રેક્ટરના પંખા ઉપરથી નીચે પટકાઇ જતા ટ્રેક્ટરનું તોતિંગ વ્હિલ માથે ફરી જતા માસૂમ બાળકીનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના બગથળા ગામે રહી ખેત મજૂરી કરતા મૂળ મધ્યપ્રદેશના ધાર જિલ્લાના પરેઠા ગામના વતની પ્યારસીંહ નરસીંગ ડાવર ટ્રેક્ટરમાં પોતાની પાંચ વર્ષીય પુત્રી જ્યોતિને લઈ મુન્નાભાઈના વાડામાં કામ કરતા હતા ત્યારે ટ્રેક્ટરના પંખા ઉપર બેઠેલ જ્યોતિ પડી જતા તેના શરીર ઉપર ટ્રેક્ટરનું વ્હિલ ફરી વળ્યું હતું. આ ઘટના અંગે મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.