પાંચેક માસ પૂર્વે બનેલી ઘટનામાં પરિણીતાએ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી : નરાધમે વોટર સપ્લાય કારખાનાની ઓરડીમાં દુષ્કર્મ ગુજાર્યું હોવાની ફરિયાદ મોરબી : મોરબી તાલુકાના રંગપર ગામે રહેતી પરિણીતા સાથે વિરાટનગરમાં પાણીના કારખાનામાં પાંચ માસ અગાઉ દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મૂળ સુરેન્દ્રનગર જિલ્લાની પરિણીતાની મરજી વિરુદ્ધ રંગપર ગામે પાસે આવેલ ભોલે વોટર સપ્લાય કારખાનની ઓરડીમાં આરોપી જયેશ જગાભાઈ કગથરા નામના આરોપીએ ગત તા.15 માર્ચ 2022ના રોજ દુષ્કર્મ ગુજાર્યું હોવાની ફરિયાદ કરતા મોરબી તાલુકા પોલીસે આઇપીસી કલમ 376 મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.