મોરબીઃ મોરબી જિલ્લા પંચાયત કચેરીમાં કાયદા સલાહકારની એક જગ્યા માટે 11 માસના કરાર આધારિત નિમણૂક કરવા માટે ઈચ્છુક ઉમેદવારો પાસેથી અરજી મંગાવવામાં આવી છે. આ જગ્યા માટે અરજી કરનાર ઉમેદવારની મહત્તમ વય મર્યાદા 50 વર્ષ રાખવામાં આવી છે. સાથે જ માન્ય યુનિવર્સિટીની કાયદાની સ્નાતકની ડિગ્રી, કાયદાની પ્રેક્ટિસ માટે માન્યતા પ્રાપ્ત હોવી જોઈએ અને વકીલાતની કામગીરીનો પાંચ વર્ષનો અનુભવ હોવો જોઈએ. કાયદા સલાહકારની એક જગ્યા માટે અરજી કરવા ઈચ્છુક ઉમેદવારોએ અરજી પત્રકનો નમુનો જિલ્લા પંચાયત કચેરી મોરબીની વેબસાઈટ https://morbidp.gujarat.gov.in પરથી ડાઉનલોડ કરી શકશે. સંપૂર્ણ વિગતો સાથે ભરાયેલ અરજી પત્રક જરૂરી પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ સાથે 29 ઓગસ્ટથી 10 દિવસ સુધીમાં જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પંચાયત કચેરી, મોરબી, શોભેશ્વર રોડ, સો-ઓરડી વિસ્તાર, મોરબી-2ના સરનામે રજી. પો.એડી. થી મોકલી આપવાની રહેશે.