મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાના જાણે વળતા પાણી શરૂ થયા હોય, નવા બે જ કેસ નોંધાયા છે. સામે એક્ટિવ કેસની સંખ્યા સિંગલ ડિજિટમાં પહોંચી ગઈ છે. મોરબી જિલ્લામાં આરોગ્યતંત્રએ આજે 445 દર્દીઓના સેમ્પલ લીધા હતા. જેમાંથી મોરબી શહેરના 1, મોરબી ગ્રામ્યના 1 મળી કુલ 2 દર્દીના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જ્યારે મોરબીમાં 3 અને માળિયામાં 1 મળી કુલ 4 દર્દી રિકવર થયા છે. આમ જિલ્લામાં કોરોનાના એક્ટિવ કેસનો આંક ઘટીને 7 થઈ ગયો છે.