મોરબી : આગામી તારીખ 5 સપ્ટેમ્બરને શિક્ષક દિન નિમિત્તે મોરબીની ધી વી.સી.ટેક હાઈસ્કૂલ ખાતે શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહ-2022નું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બી.એન. વિડજા અને જિલ્લા શિક્ષણાધિકારી એન.વી.રાણીપા દ્વારા જણાવાયું છે કે, રાજ્યના શિક્ષણ વિભાગ ગાંધીનગર પ્રેરિત, જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી- મોરબી તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી- મોરબી દ્વારા જિલ્લા કક્ષાના શિક્ષકદિન સમારંભ-2022 નિમિત્તે આ શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહનું આયોજન તારીખ 5 સપ્ટેમ્બરના રોજ સવારે 9-45 કલાકે ધી. વી.સી.ટેક હાઈસ્કૂલ ખાતે કરવામાં આવ્યું છે. આ સમારંભના ઉદઘાટકતરીકે રાજ્ય સરકારના મંત્રી બ્રિજેશભાઈ મેરજા હાજરી આપશે. આ ઉપરાંત અતિથિ વિશેષ તરીકે સાંસદ મોહનભાઈ કુંડારીયા, સાંસદ વિનોદભાઈ ચાવડા, સાંસદ મહેન્દ્રભાઈ મુંજપરા, સાંસદ પુનમબેન માડમ, મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ શિહોરા, મોરબી નગરપાલિકાના પ્રમુખ કુસુમબેન પરમાર ઉપસ્થિત રહેશે. જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, મોરબી જિલ્લા વિકાસ અધિકારી પી.જે.ભગદેવ, મોરબી કલેક્ટર જે.બી.પટેલ પણ પ્રેરક ઉપસ્થિત રહેશે.