મોરબી : મોરબીમાં આવતીકાલે તા.૪ને રવિવારના રોજ સવારે ૯ થી ૧૧:૩૦ વાગ્યા સુધી સરદારબાગ, શનાળા રોડ, મોરબી ખાતે પુસ્તક પરબ યોજાશે. અહી ૩૦૦૦ થી વધુ વૈવિધ્યપૂર્ણ પુસ્તકોની ખજાનો વિનામૂલ્યે વાંચવા માટે મળશે. વાચકો વિનામૂલ્યે પુસ્તક પોતાના ઘરે વાચવા લઈ જઈ શકે છે. આ પુસ્તક પરબમાં જય વસાવડાનું પુસ્તક જય શ્રી કૃષ્ણનો પરિચય કિંજલ મીરાણી દ્વારા આપવામાં આવશે. પુસ્તક પ્રેમીઓને આ પુસ્તક પરબનો લાભ લેવા અપીલ કરાઈ છે.