મોરબી : મોરબીમાં અનઅધિકૃત રીતે ચોરી છુપીથી વિદેશી દારૂનો વેચાણકરનાર મૂળ હળવદના જુના દેવળીયા ગામના ધંધાર્થીને એલસીબી ટીમે ઝડપી લઈ પાસા તળે લાજપોર મધ્યસ્થ જેલ, સુરત ખાતે ધકેલી દીધો હતો. મોરબી જિલ્લા પોલીસવડા રાહુલ ત્રીપાઠીના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઇ એમ.આર.ગોઢાણીયા પોલીસ ઇન્સ્પેકટરને જીલ્લા મેજીસ્ટ્રેટ મોરબી દ્વારા ઇશ્યુ થયેલ પાસા વોરંટની બજવણી કરવા જરૂરી સુચના આપતા એલસીબી પીએસઆઇ એન.બી.ડાભી, એન.એચ.ચુડાસમા તથા એલસીબી,પેરોલ ફર્લો સ્કવોડ ટીમ દ્વારા રવિન્દ્ર ઉર્ફે રવિ નટુભાઇ વીડજા પટેલ ઉ.29, રહે. જુના દેવળીયા તા.જી. હળવદ હાલ રહે. મહેન્દ્રનગર, હરીઓમપાર્ક, સોસાયટી મોરબી વાળાને પકડી આજરોજ પાસા એકટ તળે ડીટેઇન કરી લાજપોર મધ્યસ્થ જેલ, સુરત હવાલે કરવામાં આવેલ હતો.